હળવદ યાર્ડના શેષ કૌભાંડમાં ક્લાર્કની જામીન અરજી ફગાવતી કોર્ટે

- text


હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડના શેષ કૌભાંડમાં વર્ષ ૨૦૧૫ના ચકચારી કેસમાં શેષ ઉઘરાવીને ચાઉ કરી જવા મામલે પૂર્વ સેક્રેટરી સહિત તમામ આરોપીઓને સુરેન્દ્રનગર એસીબી ટીમે ઝડપી લીધા બાદ આરોપી ક્લાર્કએ જામીન પર છૂટવા મોરબી કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે જમીન અરજી ફગાવી દીધી હતી.

હળવદ માર્કેટીંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૫માં યાર્ડના સત્તાધિશો અને કર્મચારીઓ દ્વારા ડુપ્લીકેટ પહોંચ છપાવી આ પહોંચ મારફતે તેઓ માર્કેટ ફી ઉઘરાવતા હતા. આ કૌભાડમાં તેમણે સદસ્યો પાસેથી રૂપિયા ૨૩,૧૯,૭૫૪ ની રકમ ઉઘરાવીને ખેડૂતોના હિતાર્થે યાર્ડમાં જમા નહિ કરાવીને કૌભાંડ કર્યું હતું. આ કેસમાં એસીબીએ વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી),અશોકભાઇ જયંતીભાઇ | માતરીયા (વાઇસ સેક્રેટરી), હિતેષભાઈ કાળુભાઈ પંચાસરા (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાક),પંકજભાઇ કાનજીભાઈ ગોપાણી (કલાર્ક) – ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા(કલાક), અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) સામે એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ આ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન આરોપી અરવિંદ ભગવાનજી રાઠોડ નામના કલાર્કે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી હતી.

- text

- text