મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકી

- text


વેપારીએ ઘરમાં રાખેલ અંદાજે 5 લાખનો ચંપલનો જથ્થો બળીને ખાક

મોરબી : મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકી હતી. આ આગમાં ચંપલના વેપારીએ ઘરમાં રાખેલી અંદાજે 5 લાખનો ચંપલનો માલ બળીને ખાક થઈ ગયો હતો. જો કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર દોડી જઈને આગ બુઝાવી નાખી હતી.

મોરબી ફાયર બ્રિગેડ વિભાગના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં ભાડેથી રહેતા જગદીશભાઈ બાબુભાઇ નામના ચંપલના વેપારીએ ચંપલ વેચવાનો ધંધો કરતા હોય તેમના ઘરમાં રૂ. 5 લાખનો ચંપલનો જથ્થો રાખ્યો હતો. દરમિયાન આજે કોઈ કારણોસર તેમના મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ઘરમાં રહેલા ચંપલનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો અને ચંપલનો જથ્થો ભડભડ સળગી ઉઠતા અંદાજે રૂ.5 લાખનો ચંપલનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને બુઝાવી નાખી હતી. આગ અન્યત્ર પ્રસરતા અટકી જવાથી સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text

- text