શક્તિનગર પાસે બોલેરો ચાલકનું મોત નિપજાવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો

- text


હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર નજીક હાઈવે પર ગત તારીખ ૩૧/૫ ના રોજ વહેલી સવારે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામના આનંદભાઈ કલુભાઈ પાટડીયા બોલેરો પીકઅપ લય ઉભા હતા ત્યારે પાછળથી આવતા ટ્રેલર ચાલક જીજે ૩-એઝેડ-૯૯૯૨ના ચાલકે આનંદભાઈને અડફેટે લેતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે બનાવવામાં આનંદભાઈના ભાઈ ભીખાભાઈ કલુભાઈ પાટડીયાએ ટ્રેલર ચાલક સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text