અજીતગઢ નજીક બ્રાહ્મણી નદીમાં થતી રેતી ચોરી ઉપર ખાણ ખનીજની ટિમ ત્રાટકી

- text


એક હિટાચી મશીન ઝડપાયું : રાત્રીના સમયે મોટા પ્રમાણમાં થઈ રહી હતી રેતી ચોરી

હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નજીક ગતરાત્રિના બ્રાહ્મણી નદીમાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા .જેમાં રેતી ચોરી કરતું એક હિટાચી મશીન ઝડપી લેવાયું છે.ખાણ ખનીજ દ્વારા ઝડપી પાડેલ રૂપિયા 30 લાખના હિટાચી મશીનને હળવદ પોલીસ મથકે લઈ આવી સિઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમા રેતી ચોરી પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પણ રેતી ચોરી બંધ થઈ નથી તે હકીકત છે. અહીં દરરોજ રાત્રિના મોટા પ્રમાણમાં રેત માફિયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી છે.

- text

ગત રાત્રિના મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદ તાલુકાના અજીતગઢ ગામ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ખનીજ વિભાગની ટીમને એક હિટાચી મશીન હાથ લાગ્યું હતું. જેથી હિટાચી મશીનને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી સીજ કરવામાં આવ્યું છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ ખનીજ વિભાગની ટીમ દ્વારા નદીમાં દરોડો પાડવામાં આવ્યો તે દરમિયાન ડમ્પરો પણ નદીમાં હોય જો કે તે ખનીજ વિભાગની ટીમને જોઈ નાશી છુટ્યા હતા.

- text