હળવદની બજારોમાં વીજપોલ ઉપર ખડકાયેલા બેનરો હટાવી લેવા તાકીદ

- text


ઇન્ચાર્જ ચીફ ઓફિસરે બાંધકામ શાખાને ગેરકાયદે બેનરો હટાવી દેવાની સૂચના આપી

હળવદ : હળવદની મુખ્ય બજારોમાં વિજપોલ ઉપર ગેરકાયદે ખડકાયેલા જાહેરાતના બેનરો હાલ ભારે પવનને કારણે જોખમી બની ગયા છે. ભારે પવનને કારણે બેનરો વાહન ચાલકો માથે પડતા હોય વાહન ચાલકો ઉપર જોખમ ઉભું થયું હોવાનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રકાશિત થતા હળવદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરે બાંધકામ શાખાને ગેરકાયદે બનેરો હટાવી દેવાની સૂચના આપી હતી.

હળવદની મુખ્ય બજાર ગણાતા બસ સ્ટેન્ડ રોડ, ધ્રાગંધ્રા રોડ, સરા રોડ ઉપર હળવદ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ માટે નાખેલા વિજપોલ ઉપર ઘણા જ ગેરકાયદે હોડીગ્સ અને બેનેરો લગાવી દેવામાં આવ્યા છે. આ બજાર વિસ્તારોમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો લગાવ્યા હોવા છતાં તંત્ર એની સામે કોઈ જ કાર્યવાહી કરતું નથી. દરમિયાન હમણાંથી ચોમાસાનો વહેલો અણસાર હોય એમ વાતાવરણ પલ્ટાતા દરરોજ ભારે પવન ફૂંકાય રહ્યો છે. તેથી ભારે પવનને કારણે આવા બનેરો મોતનો માંચડો સમાન બની ગયા છે અને હવામાં લટકતા બેનેરો રસ્તે નીકળતા વાહન ચાલકો માથે પડે છે. તેથી વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. હજુ ચોમાસુ શરૂ થયું પણ નથી. ત્યાંજ આવી પરિસ્થિતિ થઈ ગઈ છે.

- text

ચોમાસામાં તો ભારે વરસાદ સાથે પવન ફૂંકાઢે ત્યારે આવા બેનરોની હાલત વધુ ખરાબ થશે. નાહકનો કોઈનો ભોગ લેવાય તે પૂર્વ તંત્ર આવા ગેરકાયદે બેનરો હટાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી. આ અહેવાલ મોરબી અપડેટમાં પ્રકાશિત થતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ બાંધકામ શાખાને આવા જોખમી બનેરો હટાવી દેવાની કડક સૂચના આપી છે.સાથેસાથે હવે આગામી સમયમાં હળવદ પાલિકાની મંજૂરી લીધા વગર કોઈ પાલિકાની હદમાં બેનરો મારશે તો હળવદ પાલિકા એની સામે કડક કાર્યવાહી કરશે.તેમજ ચીફ ઓફિસરની સુચનને પગલે બાંધકામ શાખા દ્વારા આગામી બે દિવસમાં ગેરકાયદે બેનરો હટાવી દેવાશે તેવું જાણવા મળ્યું છે. બાંધકામ શાખાએ પણ જણાવ્યું હતું કે ચીફ ઓફિસરની સૂચના આવી ગઈ હોય બે દિવસમાં ગેરકાયદે બેનરો હટાવી દેવાશે.

- text