હળવદ શહેર અને તાલુકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી કરાઈ

- text


શહેરની જવાબદારી રબારી સમાજને અને ગ્રામ્યની જવાબદારી દલવાડી સમાજનેને સોંપાઈ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં શહેર અને તાલુકા પ્રમુખની જવાબદારી નવયુવાનોને સોંપાઈ છે.

હળવદ નગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં આમ આદમી પાર્ટીના હળવદ શહેરના પ્રમુખ તરીકે વિપુલભાઈ રબારી તેમજ તાલુકા પ્રમુખ તરીકે ચંદુભાઈ મોરીની નિમણૂક કરાઈ છે. નવનિયુક્ત બન્ને પ્રમુખને હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text