મોરબીના રંગપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી

- text


મોરબી : આજરોજ તારીખ 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેના સુચના તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડિકલ ઓફિસર ડો. કે. પી. વિડજા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના તમામ HWC ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર વિસ્તારના લોકોમાં તમાકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’, ‘સ્ટોર્ક’, ‘COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે શિબિર અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીમ રંગપરના HWC ના તમામ CHO એ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text