વાકાનેરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

- text


વાંકાનેર : વાકાનેર તાલુકા પીએચસી ખાતે પાડધરા મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા આજરોજ તારીખ ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ભાગરૂપે ડોકટર અજય ચાવડા, એમ પી.એચ.એસ રાજેશ ચાવડા,તથા તમામ MPHW અને CHO તમામ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, સાથો સાથ ચિત્ર દોરીને તથા રંગોળી બનાવીને સમાજમાં તમાકુના સેવન રોકવા સંદેશ આપી તમાકુ સેવન કરવાના કારણે ફેફસાની બીમારી મોઢાનું કેન્સર જેવા ભયંકર રોગ કગે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે. જન જાગૃતિ માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ હતું અને ભવિષ્યમા કોઈ દિવસ તમાકુનું સેવન ન કરે અને કોઈને તમાકુનું સેવન ન કરવા દેવા અથવા તેના રોકવાના તમામ પ્રયાસ કરવા માટેને શપથ લેવામાં આવેલ હતા. પીએચસી પડઘારાના સ્ટાફ તરફથી પણ શપથ લેવડાવેલ હતા.

- text

- text