મોરબીના સીરામીક ઉધોગમાં બાળ મજૂરો કામે ન રાખવા પોલીસની તાકીદ

- text


સીરામીક ઉધોગકારો અને લેબર કોન્ટ્રાકટ સાથેની અગત્યની મીટીંગમાં તાલુકા પોલીસે પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપી

મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાં ચોરી, અપહરણ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા આ ગુનાઓનું પ્રમાણ અટકાવવા માટે મોરબી તાલુકા પોલીસે સીરામીક ઉધોગકારો અને લેબર કોન્ટ્રાકટ સાથે અગત્યની મીટીંગ યોજી તાલુકા પોલીસે પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપી હતી. તેમજ સીરામીક ઉધોગમાં 18 વર્ષની નીચેના બાળકોને કામે ન રાખવા પોલીસે તાકીદ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે એક મીટીંગનુ આયેજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબીના ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો દ્વારા ગુનાહિત પ્રવૃતિ અને અનેક ક્રાઇમની ઘટના બને છે. આવા બનાવો બનતા અટકાવા માટે શું શું કાળજી રાખવી તેની માહીતી આપવામાં આવી હતી અને ઉદ્યોગમાં કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ મિટિંગમાં મોરબી તાલુકા પોલીસ અધિકારી કે.એ વાળાએ સીરામીક ઉધોગકારો અને લેબર કોન્ટ્રાકટરોને પરપ્રાંતિય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવા અને 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કામે ન રાખવાની સૂચના આપી હતી.

વધુમાં કોન્ટ્રાક્ટરે દરેક મજૂરના આધાર કાર્ડ લેવા તથા કોના મારફતે તેના સંપર્કમાં આવ્યા તેના ઓળખ ના આધાર લેવા. કંપનીમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા જણાય તો કોન્ટ્રાક્ટરે કંપનીના માલિકને સાથે રાખી પોલીસમાં જાણ કરવી, 18 વર્ષથી નીચેના કોઈપણ મજુરને કંપનીમાં કામ પર રાખવા નહી, મજુરના નાના બાળકો મજુર સાથે કામના સ્થળે ન આવે તેના બદલે શક્ય હોય તો બાળકો માટે બાલઘરની વ્યવસ્થા કરવી, લેબર ક્વોટરમાં કામ કરતાં જ લેબર રહે છે તેની ખાતરી કરવી તથા કોઈ ગેસ્ટ હોય તો તેની નોંધણી કોન્ટ્રાક્ટરે કંપની માં કરાવી. કંપનીમાં હેવી વાહનો JCB , ટ્રેક્ટર વગેરે વાહનોના ડ્રાઇવર પાસે લાયસન્સ હોવું જરૂરી છે, કોન્ટ્રક્ટરોએ લેબર સાથે ફેમિલી અને આત્મિય સબંધો રાખવા જેથી મજુરો ડીપ્રેસનમાં રહેતા હોય તો વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવી શકાય, તે મુજબની કાળજી રાખે તેવી તમામ કંપનીના માલિકોએ પોતાના કોન્ટ્રાક્ટરને સુચના આપવા મોરબી સિરામિક મેન્યુ એસોસિયેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text