મોરબીમાં ઓમશાંતિ ઇંગ્લિશ મીડીયમ સ્કુલમાં અભિવ્યકતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ઓમશાંતિ ઇંગ્લિશ મીડીયમ સ્કુલ દ્વારા સંસ્થાના 20-વર્ષ પૂર્ણ થવાના અવસર પર “અભિવ્યકતિ” સ્કૂલ ફેસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.

જેમાં સ્કુલનાં નર્સરીથી ધો.12 સુધીના તમામ ધોરણનાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 31 કૃતિઓ જેવીકે ડાન્સ, ડ્રામા, મ્યુઝિક, કલચરલ પ્રોગ્રામ વગેરે રજુ કરવામાં આવેલ. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે કેજી સેક્શન દ્વારા તો બાળકો સાથે વાલીઓ એ પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે ફાધર ચાઈલ્ડ ડાન્સ તથા મોમ ચાઈલ્ડ ડાન્સ રજુ કરેલ હતો.

આ સંપૂર્ણ કાર્યક્રમ સ્કુલ પ્રીન્સીપાલ સનાબેનના માર્ગદર્શન હેઠળ તમામ સ્કુલ સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવેલ. જેમાં સંસ્થાના મેનેજીંગ ડીરેકટર સુમંતભાઇ પટેલ દ્વારા બિરદાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ટિત ડૉકટરો , એડવોકેટસ , ઉદ્યોગપતિઓ , ક્લાસીસ સંચાલકો તથા સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text