પાંડાતીર્થ ગામથી સૂર્યનગર સુધીના રોડનું ખાતમુહૂર્ત

- text


વર્ષોથી ખખડધજ રહેલા રોડને રૂ.1 કરોડથી વધુના ખર્ચે નવો બનાવવામાં આવશે

હળવદ : હળવદના પાંડાતીર્થ ગામથી સૂર્યનગર સુધીના ચાર કિ.મિ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.વર્ષોથી ખખડધજ રહેલા આ રોડને રૂ.1 કરોડ અને 1 લાખના ખર્ચે નવો બનાવવામાં આવશે.

હળવદના પાંડાતીર્થ ગામથી સૂર્યનગર સુધીનો ચાર કિ.મિ રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં છે.આ રોડ પર વાહનો ચાલવા યોગ્ય પણ રહ્યો નતો.તેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ રોડને રૂ.1 કરોડ અને 1 લાખના ખર્ચે નવો બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે.આથી આજે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન નાનુભાઈ પઢીયાર,ભાજપ મહામંત્રી નરેન્દ્રસિહ રાણા,પાંડાતીર્થ ગામના સરપંચ ગુલાબસિહ રાજપૂતની હાજરીમાં હળવદના પાંડાતીર્થ ગામથી સૂર્યનગર ગામ સુધીના ચાર કિમિ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આથી આગામી સમયમાં આ રોડ નવો બનતા પાંડાતીર્થ,સુંદરગઢ,સરભંડા, સુંદરીભવાની સહિતના ગામ લોકોને હવે ખરાબ રોડથી મુક્તિ મળશે.

- text

- text