વાંકાનેર કોલેજ સ્ટડી સેન્ટરની બે વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ

- text


વાંકાનેર : ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)નો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કુલાધિપતિ ડો. અમીબેન ઉપાધ્યાય અને અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વાંકાનેર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્ટડી સેન્ટર વાંકાનેરની બે વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

શ્રીમતિ કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્ટડી સેન્ટર વાંકાનેરની વિદ્યાર્થિની રીઝવાનાબેન અબ્દુલરહીભભાઈને આર્ટ્સ વિભાગમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે તથા ચાવડા રસીલાબેન સુરેશભાઈને કોમર્સ વિભાગમાં યુનિવર્સિટીના લગભગ 200 જેટલા સેન્ટરમાં પ્રથમ ક્રમે આવવા બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 42 વિદ્યાર્થીઓને પદવી પત્રક આપવામાં આવ્યા છે. બન્ને વિદ્યાર્થિનીઓના મુખ્ય પરામર્શક તથા સેન્ટર કો.ઓર્ડિનેટર પ્રોફેસર શીતલબેન શાહ, સેન્ટરના વહીવટી અધિકારી યજ્ઞેશભાઈ ભટ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થિનીઓના પરિવારજનો, ટ્રસ્ટીઓ દમયંતીબેન મહેતા તથા મેઘાબેન મહેતા આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેરમાં અમરસિંહજી કેમ્પસમાં જૂન- 2019માં શરૂ થયેલા આ સ્ટડી સેન્ટરમાં સ્નાતક થયેલા આ વિદ્યાર્થીઓ અને પ્રથમ તબક્કાના રાઉન્ડમાં જ બે-બે ગોલ્ડ મેડલ મળતા ટ્રસ્ટીઓ તથા સ્ટડી સેન્ટરના કો-ઓર્ડિનેટર, અન્ય પ્રોફેસર તથા વહીવટી અધિકારીઓ હર્ષની લાગણી અનુભવે છે.

- text

- text