ચકલીના માળા – અખંડ કીડિયારું નાળિયેર વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી

- text


ટંકારા તાલુકાના રાસનાળ ગામના વતની યુવાને જન્મદિવસે 2000 ચકલીના માળા અને 251 કીડિયારું ભરેલા નાળિયેર શાળાના વિદ્યાર્થીઓ મારફતે વિતરિત કર્યા

ટંકારા : ટંકારા તાલુકાના રસનાળ ગામના વતનની અને હાલ ટંકારા રહેતા યુવાને પરોપકારની ભાવનાથી પોતાના જન્મદિવસે 2000 ચકલીના માળા અને 251 કીડિયારું ભરેલા નાળિયેર શાળાના વિદ્યાર્થીઓ મારફતે વિતરણ કરી જીવદયા માટે પ્રેરણાદાયી પહેલ કરી છે.

ટંકારા રહેતા મૂળ રસનાળ ગામના વતની યોગીરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, આ તરવરિયા યુવાને જીવદયાની ભાવના સાથે ટંકારામાં આવેલી વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા નવયુવાનો તેમજ આસપાસના વિવિધ સ્થળે કુલ 2000 ચકલીના માળા વિતરણ કરી ચકલી બચાવવા જનજાગૃતિ અને પર્યાવરણ લક્ષી એક નવો સંદેશ આપ્યો હતો.

સાથે જ આ યુવાને ચોમાસામાં કીડીઓને ભોજનની અગવડતા ન પડે તે માટે 251 નારિયેળનું 7 ભાતનું અખંડ કીડિયારું ટંકારા તેમજ તેમના વતન રસનાળ ગામમાં ભર્યું હતું. અખંડ કીડિયારુંથી દરેક નાના જીવ જંતુઓને આગામી 5 કે 6 મહિના ચોમાસા દરમ્યાન પોતાનું પેટ ભરી શકે તેમ હોવાનું જણાવી યોગીરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ નવયુવાનોને સંસ્કૃતિને શોભે એવું અને પ્રકૃતિ માટે લાભદાયી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

- text

- text