મોરબી પાલિકામાં વેરા વસુલાતમાં વિલન બનતો સોફ્ટવેર

- text


સોફ્ટવેર અપડેટ ન થતા કરવેરા વસુલાતની કામગીરી ટલ્લે ચડી, લોકોને ધરમ ધક્કા

મોરબી : મોરબી નગરપાલિકામાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ સોફ્ટવેર અપડેટ ન થતા પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ નવા વર્ષના કરવેરાની કામગીરી ઉપર બ્રેક લાગી ગઈ છે મોરબી નગરપાલિકામાં હજુ પણ નવા વર્ષના કરવેરાની કામગીરી શરૂ ન થતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.

મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષના માર્ચ એન્ડીગ સુધીમાં સારી એવી કરવેરાની વસુલાત થઈ હતી જેમાં છેલ્લી ઘડી સુધી નગરપાલિકાએ કરવેરાની વસુલાત કરવા કમર કસી હતી. આથી નગરપાલિકાને ગત વર્ષના 19 કરોડના કરવેરાની વસુલાત થઈ હતી. માર્ચ એન્ડિંગ પછી 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ જતી હોય પણ શરૂઆતમાં ચારેક દિવસની રજા આવ્યા બાદ પાંચ તારીખથી નવા વર્ષના કરવેરા ભરવાની કામગીરી શરૂ થવાની હતી પણ આ નવા વર્ષના કરવેરા ભરવાની કામગીરી હજુ શરૂ જ થઈ શકી નથી. આજે તા.10 થઈ હોવાથી છતાં હજુ કરવેરા ભરવાનું શરૂ ન થતા ઘણા બધા કરવેરા ભરવા માટે આવતા લોકોને પરત જવું પડે છે. કારણે તા.30, સપ્ટેમ્બર સુધીમાં કરવેરા ભરે તો 10 ટકાની કરરાહત મળે છે. પરંતુ સોફટવેર અપડેટ ન થતા લોકો કરવેરા ભરી શકતા નથી. આ અંગે આ પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સોફ્ટવેર અપડેટ કરવા માટે ઉપર રજુઆત કરી છે. એ અપડેટ થઈ જાય એટલે કામગીરી શરૂ થઈ જશે. મોટાભાગે નવા વર્ષે કરવેરાની સારી આવકની બૉણી થતી હોય છે પણ હજુ આ કામગીરી શરૂ જ નથી પાલિકાને હજુ પણ એક પણ રૂપિયાની આવક થઈ નથી.

- text

- text