ઓગળેલી ગુલ્ફીએ ભારે કરી ! બે વ્યક્તિ ઉપર પાઇપથી હુમલો

- text


માળીયાના જુના ઘાટીલા ગામે બાળકને ઓગળેલી ગુલ્ફી આપ્યા બાદ ડખ્ખો

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે બાળકને ઓગળેલી ગુલ્ફી આપનાર દુકાનદારને ઓગળેલી ગુલ્ફી કેમ આપી તેવું કહેવા જનાર બાળકના દાદા સાથે ઝઘડો કરી કૌટુંબિક સગાઓ જ બાખડી પડયા બાદ પાઇપ વડે માર મારતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ મથકમાં ફરિયાદી અનિલભાઈ જાદવજીભાઈ અગેચણિયાએ આરોપી અરવિંદ નારાયણભાઈ ઓધવજી નારાયણભાઈ અને મુન્ના નારાયણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનો ભત્રીજો આરોપી અરવિંદ નારાયણભાઈનો દીકરો સુનિલ જે દુકાને બેસે છે ત્યાં ગુલ્ફી લેવા જતા સુનીલ ઓગળી ગયેલી ગુલ્ફી આપતા બાળકના દાદા ચંદુભાઈ દુકાને આવી ગુલ્ફી કેમ આપી તેમ કહેવા જતા દુકાન માલિકે ગુલ્ફી બદલાવી આપી હતી પરંતુ સુનીલના પિતા સહિતના લોકોએ ઝઘડો કર્યો હતો.

- text

બાદમાં આરોપી અરવિંદ નારાયણભાઈ ઓધવજી નારાયણભાઈ અને મુન્ના નારાયણભાઈએ ફરિયાદીના ઘર પાસે પાઇપ લઈને આવી ઝઘડો કરી ફરિયાદી અનિલભાઈ તેમજ સાહેદ છનાભાઈને પાઇપ ના ઘા ઝીકી કમર તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચાડતા ત્રણેય વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text