વાંકાનેરના તરકિયા નજીક વિસ્ફોટકો સાથે વનરાજ પકડાયો

- text


મોરબી એલસીબી ટીમે જાહેર માર્ગ ઉપર બ્લાસ્ટ કરનાર શખ્સના કબ્જામાંથી ગેરકાયદેસર વિસ્ફોટકોનો મોટો જથ્થો કબ્જે કર્યો : બે આરોપીના નામ ખુલ્યા

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા મહાદેવ મંદિર તરફ જતા જાહેર માર્ગ ઉપર વિસ્ફોટ કરનાર એક શખ્સને વિસ્ફોટક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપી લઈ 1લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, ઝડપાયેલા આ આરોપીએ અન્ય બે આરોપીના નામ કબુલતા પોલીસ ટીમે ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એક્સપલોઝીવ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગતો વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા મહાદેવ તરફ જતા માર્ગ ઉપર વિસ્ફોટ કરવામાં આવી રહયા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી બનાવ સ્થળેથી આરોપી વનરાજ બેચરભાઈ હડાણી રહે.અદેપર, તા.વાંકાનેર નામનો શખ્સ સુપર પાવર એમ્યુલેશન ટોટા નંગ 121 કિંમત રૂપિયા 1815, ડિટોનેટર કેપ નંગ 33 કિંમત રૂપિયા 660, એક્સપલોઝીવ પદાર્થ સાથેનો વાયર, એક ટ્રેકટર, એક એર કમ્પ્રેસર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,08,525ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપી વનરાજ હડાણીની પ્રાથમિક પૂછતાછમાં આરોપી સાયલા તાલુકાના ભાડુકા ગામના ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ અને અન્ય એક મોબાઈલ ધારકની સૂચના મુજબ વિસ્ફોટ કર્યા હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં એક્સપલોઝીવ એકટ તેમજ આઇપીસી એકટની જુદી – જુદી કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text