વેગનઆર ઇકોને અડી… કાર ચાલક નીચે ઉતરતા પાછળથી ટ્રકે કારને ઠોકર મારી 

- text


માળીયા : માળિયા – કચ્છ હાઇવે ઉપર હરીપર ગામની ગોળાઈ નજીક વેગનઆર કાર આગળ જતી ઈક્કો કાર સાથે અડી જતા કાર ઉભી રાખી નુકશાન થયું છે કે નહીં તે જોતા હતા એ સમયે પાછળથી આવેલા ટ્રકે વેગનઆર કારને ઠોકર મારી નુકશાન પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા કચ્છ હાઇવે ઉપર માધાપર કચ્છથી વેગનઆર લઈને પરિવાર સાથે આવી રહેલા ચેતનભાઈ ભનુભાઇ સોનાગ્રાની કાર માળિયાના હરીપર નજીક આગળ જતી ઈક્કો કારને અડી જતા ચેતનભાઈ કારની નીચે ઉતરી કારને જોતા હતા ત્યારે પાછળથી આવેલા જીજે-12-બીવાય-9785 નંબરના ટ્રકના ચાલકે વેગનઆર કારને ઠોકર મારી નુકશાન પહોંચાડતા ચેતનભાઈએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

- text