વાડી રે માયલો લીલુડો ગાંજો…. વાંકાનેર નજીક બાજરામાં વાવેલ ગાંજો ઝડપાયો 

- text


મોરબીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાંકાનેરના કાસિયાગાળા નજીક ઓપરેશન ગાંજો સફળ : લીલા ગાંજાના 17 છોડ સહીત 1.31 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ 

મોરબી : મોરબી એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વાંકાનેરના કાસિયાગાળા નજીક વાડીમાં બાજરા વચ્ચે વાવેલ માદક પદાર્થ ગાંજાનું વાવતેર ઝડપી લઈ લીલા ગાંજાના 17 છોડ સહીત 1.31 લાખના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમના પીઆઇ એમ.પી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ એસઓજી ટીમના મુકેશભાઈ વાલજીભાઇ જોગરાજીયાને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના કાસિયાગાળા નજીક વાડીમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. જે બાતમીને આધારે એસઓજી ટીમે કાસિયાગાળા ગામની સીમમાં આવેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ પાડતા આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયાની વાડીમાં બાજરાના વાવેતરમાં લીમડા અને સરગવાના ઝાડ પાસે લીલા ગાંજાના વિશાળ કદના 17 છોડ મળી આવ્યા હતા.

બાદમાં એસઓજી ટીમે આ વનસ્પતિ હકીકતમાં ગાંજો જ છે કે કેમ તે અંગે ખરાઈ કરવા બનાવ સ્થળે એફએસએલ અધિકારીની ટીમને બોલવી ખરાઈ કરતા આ તમામ છોડ ગાંજાના જ હોવાનું માલુમ પડતા એસઓજી ટીમ દ્વારા તમામ ગાંજાના છોડ મૂળ સાથે ઉખાડી વજન કરતા આ ગાંજાનો 12 કિલો 900 ગ્રામ વજન થતા રૂપિયા 1,29,000નો ગાંજો તેમજ આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયાનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2000 કબ્જે કરી કુલ રૂપિયા 1,31,000નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અન્વયે કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહંમદ અસલમ સૌકતઅલી અંસારી, એએસઆઇ સબળસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ખાંભલીયા, આસિફભાઇ રાઉમાં, સતિષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સામતભાઇ છુછિયા અને અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.

- text