હળવદના સુંદરીભવાની ગામે 2.40 કરોડની ફાયર ક્લેની ખનીજ ચોરી મામલે બે વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા દોઢ લાખ મેટ્રિક ટનથી વધુ ફાયર કલેની ખનીજ ચોરી મામલે કાર્યવાહી

હળવદ : કુદરતી ખનીજ સંપદાથી ભરપૂર હળવદ તાલુકામાં રેતમાફિયાઓ ઉપર ખાણ ખનીજ વિભાગની સતત કાર્યવાહીની સાથે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાની સાથે સાથે ખાણ ખનીજ વિભાગ મોરબીએ સુંદરીભવાની નજીક ફાયર ક્લેની દોઢ લાખ મેટ્રિકટનથી વધુની ખનીજ ચોરી મામલે બે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા 24 માર્ચના રોજ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામની સીમમાં દરોડા પાડતા આરોપી સગરામ કમા ભરવાડ અને જગદીશ સગરામ ભરવાડ દ્વારા 2.40 કરોડની કિંમતની 1,06,949 મેટ્રિક ટન ફાયર ક્લેની ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

- text

વધુમાં આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના રવિ કિશોરભાઈ કણસાગરાએ હળવદ પોલીસ મથકમાં આરોપીસગરામ કમા ભરવાડ અને જગદીશ સગરામ ભરવાડ વિરુદ્ધ ખનિજનું બિન અધિકૃત ખનન વહન કરવા મામલે આઇપીસી કલમ 379 તેમજ ગુજરાત મિનરલ્સ રુલ્સ 2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી.એકટ 1957ની કલમો મુજબ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text