હળવદના માનસરમાં બોલેરોના કાચ તોડી 15 લાખ રોકડાની ચોરી

- text


હરિયાણાથી ઘઉંનું હારવેસ્ટિંગ મશીન લાવી મહેનત કરનાર વેપારી બોલેરોમા નાણા રાખી સુતા રહ્યા અને તસ્કર કળા કરી ગયો

હળવદ : હળવદ પંથકમાં ઘઉંના પાકમાં હારવેસ્ટિંગ મશીન ચલાવવા આવેલા હરિયાણાના વેપારીએ સીઝનમાં કરેલા ધંધાના 15 લાખ રોકડા બોલેરો ગાડીમાં રાખવા ભારે પડ્યા છે, આ વેપારી બોલેરો ગાડી નજીક સુતા હતા ત્યારે અજાણ્યો તસ્કર બોલેરોના કાચ તોડી રોકડા 15 લાખ ભરેલો થેલો લઈ ફરાર થઇ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હરિયાણાના કરનાલ જિલ્લાના ખોરાખેરી ગામના વતની સુભાષચંદ્ર બલુરામ શર્મા ઉ.47 હાલમાં ઘઉં કાપણીની સિઝન હોય હારવેસ્ટિંગ મશીન લઈને હળવદ પંથકના ઘઉં કાપણીનું કામ કરતા હતા તે દરમિયાન તા.30ની વહેલી સવારે તેઓ માનસર ગામ પાસે આવેલ ઘનશ્યામભાઈ ગોહિલના બંધ પેટ્રોલપંપ પાસે બોલેરો ગાડી પાર્ક કરીને ખાટલા ઉપર સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે બોલેરો ગાડીના કાચ તોડી પાછળની સીટ નીચે થેલામાં રાખેલ રોકડા રૂપિયા 15 લાખની ચોરી કરી લેતા આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text