કૂતરાને મારવાની ના પાડતા સોનલબેનને કાનાએ કુહાડી ઝીકી

- text


માળીયા તાલુકાના કુંભારીયા ગામના બનાવમાં ચાર વિરુદ્ધ ફરિયાદ

મોરબી : માળીયા તાલુકાના કુંભારિયા ગામે શેરીમાં કૂતરાને માર મારી ગાળા ગાળી કરી રહેલા શખ્સને ટપારનાર સોનલબેન નામની યુવતીને તેના જ ગામના ભરત અને કાના સહિતના ચાર શખ્સોએ કુહાડીના ઘા ઝીકી ઇજાઓ પહોંચાડતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના કુંભારિયા ગામે રહેતા સોનલબેને માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.30ના રોજ તેમની શેરીમાં આવી આરોપી ભરત સોંડાભાઈ કૂતરાને માર મારી ગાળો બોલતો હોય સોનલબેને તથા તેમના દાદા ગોરધનભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરત ત્યાંથી ચાલ્યો ગયો હતો.

- text

બાદમાં રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરી આરોપી ભરત સોંડાભાઈ, કાનો સોંડાભાઈ, રાજેશ સોંડાભાઈ અને શત્રુઘ્ન સોંડાભાઈ સોનલબેનના ઘરે આવ્યા હતા અને અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ છો ? તેમ કહી ઝઘડો કરી આરોપીઓએ સોનલબેનના દાદાને ધોકા વડે માર મારવાનું શરૂ કરતા વચ્ચે બચાવવા ગયેલા સોનલબેન ઉપર આરોપી કાનાએ કુહાડીથી હુમલો કરતા સોનલબેનને હાથની આંગળીઓ ઉપર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સોનલબેને માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323, 324, 504,114 અને જીપી એકટની કલમ 135 અન્વયે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text