માથકની શાળામાં મહેંદી અને કેશગુંથણ સ્પર્ધા યોજાઈ

- text


હળવદ: માથક પે સેન્ટર શાળામાં ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેંદી અને કેશગુંથણની સ્પર્ધા યોજવામાં આવી. લગ્ન પ્રસંગ, તહેવાર, ઉત્સવ કે ઉજવણીમાં સ્ત્રીઓ માટે હાથમાં મહેંદી એ શુકનનું પ્રતીક છે. જેમાં વિદ્યાર્થીનીઓ એ હાથ માં બ્રાઈડલ, ફેન્સી, અરબી અને સાદી મહેંદીના વિવિધ ભાતચિત્ર ઉપસાવ્યા હતા.

કેશ ગુંથણમાં વિદ્યાર્થીનીઓએ બ્રાઇડલ હેર સ્ટાઇલ, પાર્ટી હેર સ્ટાઇલ, પોની હેર સ્ટાઇલ, સ્કૂલ ગર્લ હેર સ્ટાઇલ જેવી વિવિધ પ્રકારના કેશ નો શણગાર કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીનીઓ શિક્ષણની સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ મેળવે તે હેતુસર આ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું. શાળાના શિક્ષિકા સ્નેહાબેન સોલંકીએ માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્યશ્રી દ્વારા વિધાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું.હતું.

- text

- text