વાંકાનેર બાઉન્ડ્રી નજીક યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક અવાવરું જગ્યાએ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પી.એસ.આઇ સોનારા, રાઇટર વિઠ્ઠલભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે, વધુમાં મૃતક યુવાનના ગળા ઉપર ઈજાના નિશાન મળી આવતા હાલ યુવાનની હત્યા કરાઇ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ દ્વારા હાલ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પ્રયત્નો શરૂ કરાયા છે.

- text

- text