RAK સિરામીક મોરબી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


મોરબી : RAK સિરામીક દ્વારા મોરબીમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 18 અને 19 માર્ચના રોજ મોરબીના લાલપરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

- text

સમગ્ર ટુર્નામેન્ટનું મેનેજમેન્ટ RAK સિરામીકના HR સંજયભાઈ ગૌસ્વામી અને સરફરાજભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. 12 ઓવરની ફાઇનલ મેચમાં લોજિસ્ટિક અને એક્સપોર્ટ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં લોજિસ્ટિક ટીમ વિજેતા બની હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ બાલકૃષ્ણ રાવલ લોજિસ્ટિક ટીમ અને મેન ઓફ ધ સિરીઝ અમિતભાઈ ડાભી લોજિસ્ટિક ટીમ બન્યા હતા. આ ટુર્નામેન્ટ રમાડવા બદલ સૌએ RAK મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- text