હળવદની માથક પે.સેન્ટર શાળામાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


હળવદ : માથક પે. સેન્ટર શાળાની પેટાશાળા ચુપણી, ખેતરડી, ડુંગરપુર, શિવપુર, માણેકવાડા, સુંદરી, રાયધ્રા, માથક, આઠ પેટા શાળા વચ્ચે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોરણ છ થી આઠના બાળકોએ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભેર ભાગ લીધો હતો અને ખેલદિલીપૂર્વક ક્રિકેટની રમત રમી હતી. આઠ શાળાઓની લીગ મેચના અંતે માથક અને માણેકવાડા શાળા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં માણેકવાડા શાળા ફાઈનલ વિજેતા જાહેર થઈ હતી અને માથક શાળા રનર્સ અપ વિજેતા થઈ હતી. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ માણેકવાડા શાળાને મળ્યો.

- text

માથક શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલાના હસ્તે વિજેતા શાળાના ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે માથક ક્લસ્ટરના સી.આર.સી કોર્ડીનેટર તેમજ પેટા શાળાના આચાર્ય ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકોમાં બાળપણથી જ ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે માથક શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

- text