ટંકારા નજીક છકડો – બાઈક વચ્ચે અકસ્માતમા બાઈક ચાલકનું મૃત્યુ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલી મઢુંલી હોટલ પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલી મઢુંલી હોટલ પાસે છકડો રીક્ષા નંબર જીજે – 03 – v -6193 અને બાઈક નંબર જીજે – 36 – p – 6410 વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ધનજીભાઈ અરજણભાઈ અગેચણિયાને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની ગૌરીબેને ટંકારા પોલીસ મથકમાં છકડો રિક્ષાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text