ટ્રકના ટાયરનો જોટો બદલતી વખતે કયડો છટકતા ટ્રક ચાલકનું મૃત્યુ

- text


માળીયા નજીક બનેલો બનાવ

મોરબી : માળીયા નજીક ટ્રક ટ્રેલરના પાછળના જોટાનું ટાયર બદલતી વખતે વ્હીલ પ્લેટનો લોક એટલે કે કયડો છટકીને ટ્રક ચાલકને લાગતા ગંભીર ઇજાઓ થતા ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઝારખંડ અને હાલ ન્યુ નવલખી નગરમાં રહેતા ટ્રક ચાલક જમશેદભાઈ રજાકભાઈ અંસારી ટ્રક ટ્રેઇલરના પાછળના જોટાનું ટાયર બદલતા હતા ત્યારે વ્હીલ પ્લેટનું લોક એટલે કે કયડો છટકીને લાગતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે માળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text