વાંકાનેરઃ ધમલપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

- text


વાંકાનેરઃ વાંકાનેરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધમલપર ખાતે આવેલી પ્રાથમીક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાના ૪૦૦ બાળકોને કૃમિનાશક દવા પીવડાવવામાં આવી હતી.

બાળકોમાં દવાનો ભય ના રહે તે માટે ખુદ આરોગ્ય કર્મચારીઓએ પહેલા દવા પી બાદમાં બાળકોને બતાવી અને બાળકોમાં થતી વિવિધ બીમારીઓ અને સરકારના આરોગ્ય વિષયક સવલતોની વિવિધ સેવાઓની માહિતી આપી હતી. આ કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ધમલપરના આરોગ્ય કર્મચારી વંદનાબેન સોલંકી, સુપરવાઈઝર ઇન્દુબેન વાઘેલા, કાલુભાઈ અંતરેસા દ્વારા દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અજય ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવીલ હતી.

- text

- text