મોરબીના ટીંબડી પાટિયા નજીક કન્ટેનર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક બાઈક લઈ રસ્તો ઓળંગી રહેલા યુવાનને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ ટીંબડી ગામના પાટિયા નજીક બાઈક લઈ રસ્તો ઓળંગી રહેલા રામુભાઈ ભંગડાભાઈ ચૌહાણ ઉ.38ને ટ્રક કન્ટેનર નંબર GJ-12-AY-3095ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માત સર્જી કન્ટેનર ચાલક નાસી જતા મોરબી તાલુકા પોલીસે મૃતકના પુત્ર રાકેશભાઈ રામુભાઈ ચોહાણની ફરિયાદને આધારે ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text