મોરબીમાં પૌત્રને લાફા કેમ માર્યા ? તેવું પૂછનાર વૃધ્ધાની આંગળી કાપી નંખાઈ

- text


વજેપર વિસ્તારમાં બનેલી ઘટનામાં પાંચ શખ્સની ધરપકડ

મોરબી : મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા વૃધ્ધાના પૌત્રને પાડોશીએ લાફા ઝીકી દેતા વૃધ્ધાએ મારા પુત્રને ફડાકા કેમ માર્યા તેવું પૂછતાં જ પાંચ શખ્સોએ હુમલો કરી વૃધ્ધાની ટચલી આંગળી કાપી નાખી, ઘરમાં તોડફોડ કરતા સીટી એ ડિવિઝન પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર શેરી નંબર 23મા રહેતા કાળીબેન વેલજીભાઈ ચૌહાણના પૌત્રને આરોપી કરશન લખમણ બાંભણીયાએ ઝઘડો કરી ફડાકા ઝીકી દેતા આ મામલે કાળીબેને આરોપી કરશનને મારા પૌત્રને કેમ લાફા માર્યા તેવું પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા આરોપી કરશન લખમણ બાંભણીયા રહે-વજેપર શેરી નં-11, ગીરીશ નારણભાઇ કંમ્ડારીયા રહે-વજેપર શેરી નં-15 મોરબી, દશરથ દેવજીભાઇ વરાણીયા રહુ-રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી, વિષ્ણુભાઇ પ્રહલાદભાઇ ઠાકોર(સુરેખા) રહે-રામાપીર મંદિર પાસે ત્રાજપર ખારી મોરબી અને રાહુલભાઇ રમેશભાઇ ધામેચા રહે-પંચમુખી હનુમાનજી મંદિર પાસે વેજીટેબલ રોડ મોરબી વાળાઓએ એક સંપ કરી તલવાર, પાઇપ અને ધોકા સહિતના હથિયાર વડે કાળીબેન ઉપર હુમલો કરી ટચલી આંગળી કાપી નાખી હતી.

- text

આ ઉપરાંત પાંચેય આરોપીઓએ વૃદ્ધાના ઘરમાં ઘુસી ટીવી, કબાટ, ફર્નિચર, મોટર સાયકલ અને ઘરની ઘરવખરીમાં પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડતા કાળીબેનના ભત્રીજા ચંદુભાઇ બાબુભાઇ થરેસાએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ત્વરિત કાર્યવાહી કરી પાંચેય શખ્સની ધરપકડ કરી છે.

- text