હળવદના ચુપણી ગામે વાડીમાં ધમધમતી જુગાર કલબ ઉપર એલસીબી ત્રાટકી

- text


એલસીબીએ દરોડો પાડતા પાંચ જુગારી ઝડપાયા, બે જુગારીઓ નાસી ગયા

મોરબી : હળવદ તાલુકાના ચુપણી ગામે વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા જુગારની મજા માણતા વાડી માલિક સહિતના પાંચ શખ્સ રોકડા રૂપિયા 71,200 સાથે ઝડપાઇ ગયા હતા જ્યારે બે શખ્સો પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના સુરેશભાઈ હુંબલ, નંદલાલ વરમોરા અને વિક્રમભાઈ કુગશિયાને સચોટ બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ચુપણી ગામે રોહિતભાઈ ચંદુભાઈ કાલરીયાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવે છે જે બાતમીને આધારે દરોડો પાડતા વાડીમાં ચીકુના ઝાડ નીચેથી જુગાર રમી રહેલા વાડી માલિક રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા, રહે. ચુપણી ખેતરડી, અશોકભાઇ ગોરધનભાઇ જગોદણા, રહે. નવી પીપળી, ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા, રહે. મોરબી વાવડી રોડ, હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા, રહે. નવી પીપળી અને દિપકભાઇ ધનસુખભાઇ કાવર, રહે. નવી પીપળી નામના આરોપીઓ તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 71,200 કબ્જે કર્યા હતા.

- text

જ્યારે દરોડા દરમિયાન આરોપી દિનેશભાઇ બાલજીભાઇ જગોદણા, રહે. નવીપીપળી અને પરેશભાઇ ઉર્ફે પલ્લો મહાદેવભાઇ ઝાલરીયા રહે. મોરબી વાવડી રોડ વાળા બન્ને શખ્સ ભાગી જતા એલસીબી ટીમે સાતેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમા જુગારધાર અન્વયે કેસ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text