માળીયાના સરવડ નજીક રોડના સાઈન બોર્ડ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત

- text


મોરબી : માળીયા તાલુકાના સરવડ નજીક હોટલમાં પંચરની દુકાન ધરાવતો યુવાન બાઈક લઈને જતી વેળાએ રોડના સાઈન બોર્ડમાં અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પીપળીયા ચોકડીથી માળીયા તરફ જતા હાઇવે ઉપર સરવડ નજીક રોડના સાઈન બોર્ડ સાથે અથડાતા બાઈક ચાલક વાહીદભાઈ નજીરભાઈ સાઈ, રહે. અમઝદ ટાયર સર્વિસ, ચામુંડા હોટલ પીપળીયા ચાર રસ્તા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના સાળાની ફરિયાદને આધારે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text