વાંકાનેર નજીક પેપરમિલમાં લોડર હડફેટે આવી જતા પરિણીતાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ પેપરમિલમાં કામ કરતી શ્રમિક મહિલા રિવર્સમાં આવતા લોડર હડફેટે ચડી જતા મૃત્યુ નિપજતા એક મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસિયા – અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનિયા પેપરમિલમાં કામ કરતા કિરણસિંહ રસિયા પટેલના પત્ની સાગરદેવીને લોડર નંબર જીજે – 36 – એસ – 2819 નંબરના ચાલક ગુમાન જોગડાભાઈ કટારાએ રિવર્સમાં ચલાવતી વેળાએ ગત તા.15- 11 -2021ના રોડ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વતનમાં અંતિમવિધિ કરી પરત ફરેલા મૃતકના પતિ કરણસિંહે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text