સિરામીક ઉદ્યોગ માટે નેચરલ ગેસના ભાવમાં 8.5 ટકાનો ઘટાડો, આજથી જ અમલ

- text


ગુજરાત ગેસ કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા સીરામીક ઉદ્યોગને ભાવ ઘટાડાના સંદેશ વહેતા કર્યા બાદ આજથી જ નેચરલ ગેસના ભાવમાં 8.5 ટકાનો સતાવર રીતે ઘટાડો જાહેર કર્યો છે.

ગુજરાત ગેસ કંપનીના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવતા પાઇપલાઇન નેચરલ ગેસના ભાવમાં આજથી જ અમલમાં આવે તે રીતે 8.5 ટકા એટલે કે અંદાજે રૂપિયા 5નો ઘટાડો કરવામાં આવ્યો છે.

- text

ગેસના ભાવ ઘટના અંગે ધારાસભ્ય કાંતિભાઈ આમૃતિયાએ એક અખબારી યાદીમાં જણાવાયું હતું કે ગુજરાતમાં રેકર્ડ બ્રેક બેઠકો જીતીને મોરબીમાં ભવ્યાથી ભવ્ય જીત બાદ ગેસના ભાવ ઘટાડી સિરામિક ઉદ્યોગને રાહત મળે એ માટે સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કરેલ રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત ગેસ દ્વારા રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ રીતે ભારતીય જનતા પક્ષને મળેલા ભવ્ય જનાદેશ અને પ્રચંડ સમર્થન બાદ લોકો ઉપયોગી કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું કાંતિભાઈ જણાવ્યું હતું.

- text