આમરણ અને ધૂળકોટ ગામના ચેમડેમ ભરવા માટે ડેમી-3 ડેમ માંથી પાણી છોડશે

- text


ડેમી 3 ડેમનો 1 દરવાજો એક ફૂટ ખોલાતા હેઠવાસના 7 ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબીના આમરણ અને ધૂળકોટ ગામના ચેમડેમ ભરવા માટે ડેમી-3નો 1 દરવાજો એક ફૂટ ખોલાવા માટે સરકાર તરફથી મંજૂરી મળતા આજેમોરબીના કોયલી ગામ પાસેના ડેમી-3નો 1 દરવાજો એક ફૂટ ખોલાયો છે. આથી હેઠવાસના 7 ગામોને એલર્ટ કરાયા છે.

- text

મોરબીના આમરણ અને ઘુળકોટ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે આ ગામનો ચેકડેમ ડેમી-3 ડેમથી ભરવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. આથી સરકારે મોરબીના કોયલી ગામ પાસે ડેમી-3 ડેમથી મોરબીના આમરણ અને ઘુળકોટ ગામના ચેકડેમને ભરવ માટે સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી હતી. આથી મોરબી જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા આજે બપોરે 12 વાગ્યે કોયલી પાસે આવેલ ડેમી-3 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ડેમી 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાંથી 666.79 ક્યુસેક પાણી છોડીને મોરબીના આમરણ પાસેના ચેકડેમને ભરવામાં આવી રહ્યો છે. આથી મોરબીના કોયલી, આમરણ, બેલા, ઘુળકોટ, જોડાયાનું માવાનું ગામ, મોરબીના ઝીઝુડા, શામપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

- text