ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોદીની મુલાકાતના ખર્ચના ખોટા આંકડા સાથેના ફેક ન્યુઝ ટ્વિટ કરનાર તૃણમૂલ કોંગ્રેસ પ્રવકતાની ધરપકડ

- text


અમદાવાદ સાઇબર ક્રાઇમ ટીમે રાજસ્થાન એરપોર્ટ પરથી સાકેત ગોખલેની ધરપકડ કરી 

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાનની મુલાકાતના ખર્ચ બાબતે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર ખોટા આંકડા અને ખોટા સમાચારની ઇમેજ અપલોડ કરનાર તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજસ્થાન એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કર્યા હતા. તેમજ કેટલાક લખાણો અને ડોક્યુમેન્ટ પણ વહેતા કર્યા હતા. જેના કારણે અમદાવાદ સાયબર ક્રાઇમે આવા લોકોની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. કારણ કે, ઘણા સોશિયલ મીડિયા પોસ્ટમાં મૂકવામાં આવેલા દસ્તાવેજો ખોટા અને ભૂલ ભરેલા હોઈ શકે છે, જેના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.

- text

મોરબીમાં બનેલી હોનારતમાં 135 જેટલા લોકોના મોતની જ્યાં હતા. મોરબીની દુર્ઘટનાના કારણે સમગ્ર દેશમાં એક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને મૃતકોને તાત્કાલિક ન્યાય મળે. તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તે માટે દેશભરમાંથી લોકો આ ઘટનાને વખોડી રહ્યા હતા. આ બધાની વચ્ચે અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ પ્રવક્તાઓ પણ પોતાની વાત સોશિયલ મીડિયામાં મૂકી હતી.ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં મોરબી બ્રિજમાં કરોડોનો ખોટો વ્યવહાર થયો હતો તેવું આક્ષેપ કર્યો હતો. આ સંદર્ભે તેણે કેટલાક દસ્તાવેજો મૂક્યા હતા. જે દસ્તાવેજો ખોટા હોવાની શંકાના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક સંવેદનશીલ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ પૂરાવા શોધી રહી હતી.

આ દરમિયાન પોલીસને મહત્વના પૂરાવા મળ્યા કે આ દસ્તાવેજો સાકેત ગોખલે ખોટી રીતે મૂક્યા હતા. જો કે, ગુજરાતમાં ચૂંટણીઓનો દોર હતો અને બે ચરણના મતદાન દરમિયાન પોલીસ વ્યસ્ત હતી. જે સંદર્ભે બીજા ચરણનું મતદાન પૂર્ણ થતાં જ સાંકેતની સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ રાજસ્થાન રવાના થઈ હતી. જ્યાં રાજસ્થાન એરપોર્ટથી સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

- text