મોરબીમાં શિયાળાને પગલે શાકભાજીની મબલખ આવક, ભાવોમાં 50 ટકાનો ઘટાડો

- text


ટામેટા, બટેકા, ભીડો, ગવાર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ 50 ટકાનો ઘટાડો થતા ગૃહિણીઓને રાહત થઈ

મોરબી : કાળઝાળ મોંઘવારી અને ખાસ કરીને શાકભાજીની ભાવો આસમાને આંબતા હોવાની વચ્ચે ગૃહિણીઓ માટે રાહત રૂપી ખુશખબર આવ્યા છે. જેમાં મોરબીમાં સતત વધતા શકભાજીના ભાવો હવે શિયાળો આવતા અંકુશમાં આવ્યા છે. દરેક વખતે શકભાજીના ભાવો વધ્યા રોજ રોજ શુ રાધવું તેનો કકળાટ કરતી ગૃહિણીઓના ચહેરા પર હવે શકભાજીના ભાવો ઘટતા અનેરી ચમક આવી ગઈ છે. મોરબી શિયાળાના પગલે શાકભાજીની વધુ આવક થતા શાકભાજીના ભાવોમાં ઘટાડો થયો છે.

મોરબી યાર્ડ અને શાક માર્કેટમાં શિયાળો આવતા જ ઢગલામોઢે શાકભાજીનો મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવ્યો છે. શાકભાજીની સારી આવકને પગલે ભાવોમાં આપોઆપ ઘટાડો થયો છે. મોટાભાગના શાકભાજીના ભાવોમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જેમાં એક મહિના પહેલા ટામેટાના કિલો દીઠ રૂ.60માંથી ઘટીને રૂ.30, બટેકાના ભાવ રૂ.35 માંથી રૂ.20, ભીડોના ભાવ રૂ.80 માથી રૂ.60, ગુવારના 80માંથી રૂ.60, ફુલાવરના રૂ.50માંથી ઘટીને રૂ.20, રીંગણાના રૂ.60 માંથી ઘટીને રૂ.30, કોબીચના રૂ.40માંથી ઘટીને રૂ.20, કાકડીના રૂ.80માંથી રૂ.50, કોથમરીના રૂ.80 માંથી રૂ.60, ગાજરના રૂ.80માંથી રૂ.40, ટીડોળાના રૂ.80માંથી રૂ.40, ડુંગળીના રૂ.40માંથી રૂ.20, મૂળા રૂ.40માંથી રૂ.20, વટાણા રૂ.100માંથી રૂ.40, ચોરીના રૂ 80માંથી 40, મરચાના રૂ.100માંથી રૂ.60, દુધીના 60માંથી 25 અને લિબુના 80માંથી ઘટીને રૂ.40 થઈ ગયા છે. આ બધા શાકભાજીના ભાવો ઘટયા તે પ્રતિ કિલો દીઠના છે. જ્યારે કારેલા અને ગિસોડા રૂ.80ના ભાવો યથાવત રહ્યા છે.

- text

- text