ટંકારામાં આપ સહીત આઠ ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા 

- text


ટંકારા : આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા થનગનતા આમ આદમી પાર્ટી સહીત આઠ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક મેળવ્યા હતા.

- text

ટંકારા બેઠકના રિટર્નિંગ ઓફિસરના જણાવ્યા મુજબ આજરોજ તા.7ના દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આમ આદમી પાર્ટીના સંજયભાઈ ભટાસણા, કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય વતી નીરજભાઈ જાધાણી, રામજીભાઈ રૂપાભાઈ તાવધાર, બીએસપીના ઉમેદવાર વણોલ કિશોરભાઈ વાલજીભાઇ, અપક્ષ મનસુખભાઇ નારણભાઇ પરમાર, દાફડા હિંમતભાઇ હરિભાઈ, રાજેશભાઈ કરશનભાઇ અમૃતિયા અને નાનજીભાઈ ભાણજીભાઇ સારેસા સહિત આઠ લોકોએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા.

- text