મોરબીમાં ભાજપ – બસપા સહિત 14 ફોર્મ ઉપડ્યા 

- text


મોરબી : 65- મોરબી – માળીયા બેઠક માટે હજુ ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો જાહેર નથી થયા ત્યાં જ આજે કોંગ્રેસ બાદ ભાજપના નામે એક ફોર્મ ઉપડવાની સાથે બસપા સહિત કુલ 14 ઉમેદવારીપત્રો ઉપડયા હતા.

મોરબી – માળીયા વિધાનસભા બેઠકના રિતર્નિંગ ઓફિસરના જણાવ્યા મુજબ આજરોજ કુલ 14 ફોર્મ ઉપડયા હતા જેમાં ભાજપના અશ્વિન ભવાનભાઈ વિડજા, બીએસપીમાંથી મુસાભાઈ અબ્રાહમભાઈ ચાનાણી, અપક્ષ ઉમેદવાર પરબત ભવાન હુંબલ, અરવિંદ લાલજીભાઈ કાવર, સુમરા ગુલામ હુસેન હાસમભાઈ, બટુકભાઈ મેરુભાઈ કોળી, શેરસિયા પરેશભાઈ વિઠ્ઠલભાઈ, રાઠોડ મનસુખભાઇ જીવણભાઈ, અમિતકુમાર પ્રભુભાઈ મેરજા, લાલજીભાઈ કરશભાઈ કોઠીયા, સુમરા હાજીભાઈ મહમદભાઈ, પીલુડિયા તૌફિકભાઈ અકબરભાઈ, જાદવ ધનજીભાઈ દેવજીભાઈ અને જીજ્ઞેશભાઈ ગુણવંતરાય દોશીએ ઉમેદવારી પત્ર મેળવ્યા હતા.

- text

- text