પ્રકૃતિ પ્રેમ ! ગરબીની લ્હાણીમાં ફૂલ-છોડના રોપનું વિતરણ 

- text


મોરબીની ચિત્રકૂટ સોસાયટી આયોજિત ગરબામાં પ્રેરણાદાયી પહેલ 

મોરબી : માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના સમાપન સમયે અર્વાચીન, પ્રાચીન ગરબા ઉત્સવમાં લ્હાણીની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ત્યારે મોરબીની ચિત્રકૂટ સોસાયટી આયોજિત નવરાત્રી મહોત્સવમાં બહેનોને લ્હાણીમાં ફૂલ-છોડના તૈયાર રોપ કુંડા સાથે આપી પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવી પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.

મોરબીમાં શેરી ગરબા અને અર્વાચીન રસાગરબાના અનેક આયોજનમાં નવરાત્રીના નવે-નવ દિવસ લ્હાણી, ભેટ સોગાદો ખેલૈયાઓને ભેટ રૂપે અપાતા હોય છે. ખાસ કરીને આ નવરાત્રીની લ્હાણીમાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ કે પછી અન્ય ગિફ્ટ આપવામાં આવતી હોય છે પરંતુ મોરબી જીઆઇડીસી નજીક આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં સોસાયટી સંચાલિત ગરબા મહોત્સવમાં પ્રકૃતિપ્રેમી કલ્પના પટેલ દ્વારા અનોખી પહેલ કરી ગરબે રમવા આવનાર બહેનોને ફૂલ-છોડના તૈયાર કુંડા ભેટ આપી ખેલૈયાઓને ગ્લોબલ વોર્મિગ સામે એલર્ટ રહેવા સંદેશો આપ્યો હતો.

- text

- text