માળીયા નજીક વહેલી સવારથી ટ્રાફિક જામ, અનેક લોકો ફસાયા

- text


હરીપર પાસે પુલનું કામ ચાલુ હોવાથી બન્ને તરફ વાહનો ફસાયા : સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતથી બીજો હેવી ટ્રાફિકજામ

મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર આજે માળીયા નજીક પુલના કામને કારણે તેમજ સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બબ્બે જગ્યાએ વહેલી સવારથી ટ્રાફિક જામ સર્જાતા કચ્છથી મોરબી તરફ અને મોરબીથી કચ્છ તરફ જતા વાહન ચાલકોને ત્રણથી ચાર કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરીપર નજીક પુલનું કામ ચાલુ હોવાથી આજે સવારે પોણા છ વાગ્યાથી રોડની બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામમાં ફસાયેલા કુલદીપગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર સવારથી માળીયા નજીક ટ્રાફિકજામમાં ફસાઈ ગયો હતો અને ડિવાઈડર ઉપરથી માંડ -માંડ ગાડી કાઢી ચારેક કલાક બાદ ટ્રાફિક જામમાંથી નીકળતા આગળ જતા સુરજબારી પુલ નજીક ફરી ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.

- text

વધુમાં માળીયા કચ્છ હાઇવે ઉપર હરીપર બાદ સુરજબારી પુલ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ ચાર કિમિ સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મોટા વાહનો સળગ ત્રણ ચાર કિમિ વાહનોના થપ્પા લાગતા એક તબબકે એકપણ વાહનનો ન નીકળી ન શકે તેવી હાલત સર્જાઈ હતી. જો કે નાના વાહનો ધીરેધીરે જ્યાંથી જગ્યા મળે ત્યાંથી નીકળી રહ્યા છે. હાલ એક્દમ કાચબા ગતિએ વાહન વ્યહવાર ચાલી રહ્યો હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હોવાનું ટ્રાફિક જામમાં ફસાયેલ લોકો જણાવી રહ્યા છે.

- text