નશીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમનો એક દરવાજો 0.41 ફૂટ પર ખોલવામાં આવ્યો

- text


મોરબી: મોરબી જિલ્લામામાં છેલ્લા બે દિવસથી વરસાદને પગલે ટંકારા તાલુકાના નશીતપર ગામ પાસે આવેલ ડેમી-2 ડેમનો એક દરવાજો 0.41 ફૂટ પર ખોલવામાં આવ્યો છે. આથી હેઠવાસ માં આવેલ 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ અને કોયલી ગામને એલર્ટ કરાયા છે. ટંકારા તાલુકાના નાના રામપર અને નશીતપર ગામોને એલર્ટ કરાયા,જોડિયા તાલુકાના માવનુંગામ ને એલર્ટ કરવામાં આવેલ છે. નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ ડેમમાંથી 290 ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી છે. જો કે સૌની યોજના હેઠળ ડેમી-3 ડેમ ભરવા માટે પાણી છોડવામાં આવેલ છે.

- text

- text