ટંકારા SVS કક્ષાના કલા ઉત્સવમાં બાળકવિ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે 

- text


ટંકારા : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટંકારા SVS કક્ષાના કલા ઉત્સવમાં આયોજિત બાળ કવિ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય તેમજ GCRT,ગાંધીનગર પ્રેરિત DIET- રાજકોટ,DEO – મોરબી અને SVS મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ – ટંકારા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ટંકારા SVS કક્ષાનો કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

- text

જેમાં વિરપરની નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી બોપલિયા સ્મિત કિશોરભાઈએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

- text