મોરબી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા આજે ફેમેલી ફંક્શન અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો હતો.જેમાં મોરબી એએસપી અતુલ બંસલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, ડૉ.સતીષ પટેલ અને મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશ કાવર હાજર રહ્યા અને 122 જેટલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી ફોટોગ્રાફર એસોશિયનના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી અને ખજાનચી તથા કારોબારી મેમ્બરોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

- text

- text