માળીયા – હળવદમાં ધોધમાર, મોરબીમાં ઝરમરિયો

- text


સવારથી મેઘાવી માહોલ વચ્ચે ટંકારા અને વાંકાનેર તાલુકો કોરો કાટ

મોરબી : દસેક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસવા માટે અધીરા બન્યા હોય તેમ આજે સવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છવાયો છે. મોરબી જિલ્લામાં પણ સવારથી મેઘ પધરામણી થઇ છે ત્યારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન હળવદ અને માળિયામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જયારે મોરબીમાં ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યાથી લઈ બપોરે બે વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં 27 મીમી, હળવદમાં 29 મીમી, મોરબીમાં 9 મીમી અને વાંકાનેર અને ટંકારા તાલુકો કોરા ધાકડ રહ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text