મોરબી વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરતું મુસ્કાન સોસાયટી

- text


મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરાયા હતા.સંસ્થાના સભ્યો હાજર રહી બહેનોને સાડી આપી હતી.

મુસ્કાન વેલફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે જાણીતી બનેલ છે. ત્યારે આજના જીન્સ પેન્ટના યુગમાં પણ જે બહેનો સાડી પહેરીને આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે તેવા બહેનોને સાડી આપી સન્માનિત કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, પ્રીતિબેન દેસાઈ, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, શિખાબેન જૈન, રેખાબેન મોર, ચેતનાબેન, ચંદાબેન કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, કિરણબેન ગાંધી સહિત અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.

- text

- text