ટંકારા પુસ્તક પરબ ટીમ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન

- text


ટંકારા : ટંકારા પુસ્તક પરબ ટીમ દ્વારા બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભાગ લેનાર બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીનું ચિત્ર દોરવાનું રહેશે.

આગામી તા.7ને રવિવારે કુમાર શાળા ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી 15 થી 21 વર્ષની ઉંમરના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર બાળકોએ પરબમાં આવી કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાનીનું ચિત્ર દોરવાનું રહેશે. બાળકોને ડ્રોઈંગશિટ સંસ્થા દ્વારા આપવામાં આવશે.

- text

ચિત્ર માટેની તમામ વસ્તુ બાળકોએ સાથે લઈ આવવાની રહેશે. ચિત્ર દોરવા માટે સમય 2 કલાકનો રહેશે. ટોટલ 3 નંબર આપવામાં આવશે. જેને આવતા પરબે ઇનામ આપવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.આ માટે રજિસ્ટ્રેશન કલ્પેશભાઈ ફેફર મો.9510377525,પરેશભાઈ નમેરા મો.9537309391,મહર્ષિ ભાઈ મો.9978564129,સાંચલા ગીતાબેન મો.9537580555 પર કરાવી શકાશે.

- text