મોરબી વનવિભાગ દ્વારા જુના રફાળેશ્વર રોડ ઉપર 1111 વૃક્ષોનું વાવેતર

- text


મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મોરબી વનવિભાગ દ્વારા લાલપર ગામે જુના રફાળેશ્વર રોડ ઉપર 1111 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આઝાદી કાં અમૃત મહોત્સવ અન્વયે વનવિભાગ હેઠળ સામાજીક વનીકરણ રેન્જ- મોરબી દ્વારા ઇ- પર્યાવરણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના લાલપર ગામે જુના રફાળેશ્વર રોડ ઉપર 1111 વૃક્ષો વાવી સઘન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

પર્યાવરણના જતન માટે અને ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ, ત્યારે લાલપર ગામે આ વૃક્ષારોપણના કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, પેપર મીલ એસોસિયનના પ્રમુખ વિપુલ કોરડીયા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા, ફોરેસ્ટ ઓફિસર શોનલબેન શિલુ, જેટકોના અધિકારી અમૃતિયા, લાલપર ગ્રામ પંચાયત સરપંચ રમેશભાઇ વાસદડીયા, ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા, હીતેશભાઇ જાનવા, ઉધોગપતિ પ્રેમજીભાઇ ચાડમીયા વિગેરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતું અને વૃક્ષ જતનનો સંકલ્પ લેવામા આવ્યો હતો.

- text

- text