ટંકારાના છતરમાં ખોટું ભાગીદારી ડિડ બનાવી ફેકટરી વેચી મારવામાં આવતા ફરિયાદ

- text


હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય બાદ પોલીસે ગુન્હો નોંધ્યો

ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામે ભાગીદારીમાં ગમ ગુવારની ફેકટરી શરૂ કરાયા બાદ નુકશાની જતા બંધ કરાયેલ ફેકટરીને એક ભાગીદારની ખોટી સહી કરી અન્ય ભાગીદારોએ બોગસ નવું ભાગીદારી ડિડ બનાવી અન્યોને વેચી નાંખતા હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાય બાદ ટંકારા પોલીસે અન્ય છ લોકો સામે ગુન્હો દાખલ કર્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામના વતની ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકીએ વર્ષ 2013માં અજયભાઇ ધનજીભાઇ સંતોકી રહે.રાજકોટ,યુનીવર્સીટી રોડ સુમન પેલેસ મુળ રહે.બાદનપર તા.જોડીયા સહિતના ભગીદારો સાથે મળી ટંકારા તાલુકાના છતર ગામે સર્વે નંબર 64ની 4249 ચોરસ મીટર જમીન ભાગીદારીમાં ખરીદ કરી ગમ ગવારની ફેકટરી શરૂ કરી હતી અને બાદમાં ત્રણેક વર્ષ ફેકટરી ચલાવતા નુકશાન આવતા આ ફેકટરી બંધ કરી હતી અને મિલકત વેચી નાખવા ભાગીદારોએ નક્કી કર્યું હતું.

- text

જો કે ભાગીદાર અને આરોપી એવા અજયભાઇ ધનજીભાઇ સંતોકી, આષિશ રમેશભાઈ નંદાસણા રહે રાજકોટ નંદભુમી એપાર્ટમેંટ ટી.એન.રાવ કોલેજ સામે, ગોરધનભાઇ છગનભાઇ સંતોકી રહે જામનગર મુળ રહે.બાદનપર તા.જોડીયા, દિપકકુમાર ગોરધનભાઈ સંતોકી રહે જામનગર મુળ રહે.બાદનપર તા.જોડીયા જી.જામનગર વાળાઓએ ફરિયાદી ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકીની જાણ બહાર નવું બોગસ ભાગીદારી ડિડ ઉભું કરી તેમાં ફરિયાદી ભરતભાઈની ખોટી સહીઓ કરી આ ફેકટરી વેચી મારતા ભરતભાઈએ નકલી ભાગીદારી ડિડમાં ખોટી સહીઓ કરનાર તેમજ તેમની જાણ બહાર ભાગીદારી પેઢીમાં નવા ઉમેરાયેલ ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં આઠેક માસ અગાઉ જાણવા જોગ ફરિયાદ નોંધવી હતી જેમાં હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય આવી જતા ગુન્હો દાખલ કરાયો છે.

હાલ ટંકારા પોલીસે ફરિયાદી ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકીની ફરિયાદને આધારે બારોબાર ફેકટરી વેચી મારનાર તેમજ ખોટા ભાગીદારી ડિડમાં ભરતભાઈની ખોટી સહી કરનાર તમામ છ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪,મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text