સિરામિક કંપનીની ઓફિસમાં જુગાર રમતા સાત લોકો 6.88 લાખની રોકડ સાથે ઝડપાયા

- text


મોરબી : મહેન્દ્રનગર નજીક નિલકંઠ શોપીંગમાં સીરામીક કંપનીની ઓફિસમાં જુગાર રમતા સાત લોકોને રોકડા રૂ.૬,૮૮,૫૦૦/- સહિત મોરબી એલસીબીએ ઝડપી લીધા હતા.

મોરબી એલસીબી સ્ટાફના HC ચંદુભાઇ કાણોતરા તથા નિરવભાઇ મકવાણા, PC ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મહેન્દ્રનગર નજીક નિલકંઠ શોપીંગમાં નેરોવા સીરામીક એલ.એલ.પી.નામની ઓફિસમાં રેઇડ કરતા આરોપી (૧) પરેશભાઇ બેચરભાઇ પટેલ (ર) નિતેશભાઇ ઉર્ફે ભરતભાઇ રતીલાલ પટેલ (3) અનીલભાઇ રવજીભાઇ પટેલ (૪) દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ પટેલ (૫) દિલીપભાઇ બાબુભાઇ પટેલ (૬) અશોકભાઇ ભાણજીભાઇ પટેલ (૭) સુનિલ છગનભાઇ પટેલ (૮) હરેશ ઉર્ફે કારો નરસીભાઇ પટેલ (હાજર મળી આવેલ નહિ ) રહે.બધા મોરબી વાળાઓ જુગાર રમતા માલૂમ પડતા પોલીસે સ્થળ પરથી સાત લોકોને રોકડા રૂ.૬,૮૮,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. અને તમામ સામે મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૪-૫ મુજબ ગુનો રજી. કરાવ્યો હતો.

- text

આ જુગારની રેડની કામગીરી કરનાર એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

 

- text